September 11, 2024

Shami: સાનિયા સાથે લગ્નની અફવાઓ પર શમીએ તોડ્યું મૌન

Shami: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આખરે તેના અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે સંબંધિત લગ્નની અફવાઓ વિશે મૌન તોડ્યું છે. વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટમાં એવા અહેવાલો આવ્યા હતા કે શમી અને સાનિયા લગ્ન કરવાના છે. આ સાથે બંને સાથેની તસવીરો સાથે છેડછાડ કરીને વાયરલ પણ કરવામાં આવી હતી. જોકે, બાદમાં સાનિયાના પિતાએ પણ આ વાતને નકારી કાઢી હતી અને આ ખાલી અફવા હોવાનું તેના પિતાએ કહ્યું હતું.

શમીએ ચાહકોને ઠપકો આપ્યો
શમીએ એક મીડિયા સાથેની વાતમાં તેણે આવા સમાચાર ઓનલાઈન ફેલાવવા માટે જવાબદાર લોકોને ઠપકો આપ્યો હતો. ફાસ્ટ બોલરે લોકોને સોશિયલ મીડિયા પર વધુ પડતી ખોટી વાત ના ફેલાવવાનું કહ્યું હતું. ‘હું દરેકને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા પર આવી માહિતી શેર ના કરો. મેમ્સ તમારા માટે મનોરંજન છે. પરંતુ તે કોઈના જીવન સાથે જોડાયેલ માહિતી છે. જો તમે કોઈ વિશે મેમ્સ બનાવો છો તો તમારે ચોક્કસપણે તેના વિશે વિચારવું જોઈએ અને પછી આવી વસ્તુઓ શેર કરવી જોઈએ.

આ પણ વાંચો: આ ખેલાડીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા પોતાની આંગળી કપાવી દીધી

શમીએ ઈન્ઝમામને ઠપકો આપ્યો
આના પર ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર શમીએ આકરી પ્રતિક્રિયા આપી છે. હું ઇન્ઝમામ ભાઈને એક વાત કહેવા માંગુ છું, હું તેમનું ખૂબ સન્માન કરું છું. જો તમે પણ એવું જ કરો છો તો શું તે બોલ ટેમ્પરિંગ નથી? તેની સામે સારૂ પ્રદર્શન કરનાર જ તેનું નિશાન હશે. ભારત અને પાકિસ્તાન કટ્ટર હરીફ છે. શમીએ કહ્યું, ‘પૂર્વ અનુભવી ખેલાડી હોવાના કારણે મને તેની પાસેથી આવા નિવેદનોની અપેક્ષા નહોતી.