વલસાડમાં વૃક્ષારોપણની મેગા ડ્રાઈવ, 1 દિવસમાં 1 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
હેરાતસિંહ, વલસાડ: વલસાડ તાલુકાના અતુલ ફાઉન્ડેશન દ્વારા એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ ‘સંજીવની’નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં યોજાયો હતો. જેમાં ખાસ કરીને અતુલ ગામ અને તેની આસપાસ લગભગ 50 પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતુલ કંપનીના હોર્ટિકલ્ચર વિભાગના જનરલ મેનેજર ઘનશ્યામ ગૌદાણીએ જણાવ્યું કે, અતુલને શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે.
આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક યોગદાન આપી પોતાની જવાબદારી નિભાવી છે. સમાજ અને પ્રકૃતિમાંથી જે આવ્યું છે તે પાછું આપવું પડે છે. અતુલે તેની પ્રથમ સાઇટ પર લગભગ 10 લાખ વૃક્ષોનું જતન કર્યું છે, જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેક્સમાંનું એક બનાવે છે. આ વર્ષે,અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું, જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે.