January 15, 2025

રાજ્યમાં ચોમાસું સક્રિય, મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે, રાજ્યમાં ચોમાસું આજથી સમગ્ર રાજ્યમાં સક્રિય થઈ જશે. આજ રાતથી રાજ્યના મોટાભાગના ભાગમાં વરસાદ થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, ‘દક્ષિણ ગુજરાત, ખંભાત , તારાપુર, ગોધરા, સૌરાષ્ટ, આણંદ, વડોદરા, નડિયાદ, ડાકોર, અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર અને કચ્છનાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરના કેટલાક ભાગમાં, પંચમહાલ, દાહોદ, વિરમગામ, ધોળકા, સનીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.’

આ પણ વાંચોઃ રાજ્યના 25 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 9 ઇંચથી વધુ

તેઓ વધુમાં જણાવે છે કે, ‘તેજ ગતિના પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 તારીખે ગાજવીજનું પ્રમાણ વધશે. વીજતાંડવ થશે અને આંધીવંટોળ આવે તેવી પણ શક્યતા છે. 24 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. 17થી 22 જૂન સુધીમાં આંધી-વંટોળથી ઘણી વખત છાપરાં ઉડી જાય તેવો પવન ફૂંકાશે. જેમાં ખંભાત, કઢવડા, કપડવંજ, ખેડામાં પવનની ગતિ વધુ રહેશે.

આ પણ વાંચોઃ પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવા મામલે રોષ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ

તેઓ જણાવે છે કે, ‘કેટલાક ભાગોમાં પવનની ગતિ 30 કિમી જેટલી રહેશે. કેટલાક ભાગમાં 40-50 કિમી પવન ફૂંકાશે. રાજ્યમાં 20થી 28માં ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે. 17-20માં અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે અને બંગાળમાં ઉપસાગર ડિપ ડિપ્રેશનમાં ચોમાસું વિશાખાપટ્ટનમ થઈને MP થઈને વરસાદ થશે. આ ઉપરાંત 17-20 મુંબઈમાં વરસાદ થશે. 20-28માં વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરતમાં અને દરિયાકાંઠામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતમાં વાવણીલાયક સારો વરસાદ રહેશે.’