July 2, 2024

Kutchના દરિયાકિનારેથી ફરી મળ્યું કરોડોનું ડ્રગ્સ, 10 પેકેટ ચરસ જપ્ત

ભુજઃ ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સ મળી આવે છે. ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. કચ્છ પાસેના ઘડુલી-પિંગલેશ્વરના દરિયામાંથી ચરસ મળી આવ્યું છે.

ઘડુલી-પિંગલેશ્વરના દરિયાકિનારે આવેલી બાવળની ઝાડીમાંથી ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. કોઠારા પોલીસને મહત્વની માહિતી મળી હતી અને તેને આધારે તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાવળની ઝાડીમાંથી ચરસના 10 પેકેટ્સ જપ્ત કર્યા છે. માર્કેટમાં તેની અંદાજે કિંમત 5.34 કરોડ થાય છે. હાલ દરિયામાંથી મળેલા ડ્રગ્સને પગલે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

દ્વારકામાંથી પકડાયું હતું ડ્રગ્સ
દ્વારકામાંથી 25 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. દ્વારકા SOG તેમજ દ્વારકા પોલીસની ટીમોએ બંદર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ચરસ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેની બજારમાં અંદાજે કિંમત 10થી 15 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે. દરિયામાંથી તરતા પેકેટ્સ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ બિનવારસી વસ્તુ કબ્જે કરી હતી અને ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી હતી.