Kangana Ranautને થપ્પડ મારનાર CISF મહિલા કોન્સ્ટેબલ કોણ?
Kangana Ranaut Slapped: લોકસભાની ચૂંટણીમાં કંગના રનૌતને જીત તો મળી પરંતુ ચૂંટણી બાદ પણ તેઓ ચર્ચામાં આવ્યા છે. બોલિવૂડ ક્વીનને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ કુલવિંદર નામની મહિલા ગાર્ડએ લાફો માર્યો હતો. કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ માર્યા બાદ કુલવિન્દર ખુબ ચર્ચામાં આવી છે. આવો જાણીએ કે કુલવિન્દર કોણ છે.
કોણ છે કુલવિન્દર
કુલવિન્દર કપૂરથલાના એક ગરીબ ખેડૂતની પુત્રી છે. મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થયા બાદ તેનો પરિવાર તેના સમર્થનમાં આવ્યો છે. કુલવિન્દરને તેના છ ભાઈ-બહેન છે અને તેના લગ્ન છ વર્ષ પહેલા જમ્મુના સિમરન સિંહ સાથે થયા હતા. તેમને પુત્ર અને પુત્રી એમ બે બાળકો છે. કુલવિંદર કૌર છેલ્લા બે વર્ષથી ચંદીગઢ એરપોર્ટ પર સેવામાં તૈનાત છે. સુરક્ષા ડ્યુટી દરમિયાન સ્કેનર પર કંગના રનૌતનું પર્સ અને ફોન ચેક કરતી વખતે આ બબાલ થઈ હતી જે બાદ પરિવારને જાણ થઈ હતી.
આ પણ વાંચો: કંગનાને CISF મહિલાકર્મીએ ઝીંક્યો લાફો, અભિનેત્રીએ નોંધાવી ફરિયાદ
માતાઓ વિશે નિવેદનો આપે છે
કંગનાએ કહ્યું કે તે મંડીની સાંસદ છે. તેણે કહ્યું કે કંગના જે રીતે પંજાબની દીકરીઓ અને માતાઓ વિશે નિવેદનો આપે છે તેના પર વધતી કડવાશને કારણે તે કુલવિંદરે આવું પગલું ભર્યું હતું.જેને લઈને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સેક્રેટરી શેર સિંહ મહિવાલે આશંકા વ્યક્ત કરી હતી. આ બનાવની જાણ થતાની સાથે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી પ્રયાસ થઈ શક્યો નથી. કારણ કે શેર સિંહ મહિવાલને કહ્યું તે પ્રમાણે તેમને કંઈક ખોટું તેમની સાથે થઈ શકે છે. CISFની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેના પરિવારની સાથે ગામના આગેવાનો પણ તેના સમર્થનમાં આવ્યા હતા.