December 22, 2024

હું સત્તામાં આવીશ તો પેલેસ્ટાઇન સમર્થકોને USમાંથી હાંકી કાઢીશ: Donald Trump

Donald Trump Action: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું છે કે જો તેઓ 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતશે તો કોલેજ કેમ્પસમાં પેલેસ્ટાઈન તરફી વિરોધને સામે સખત કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, અમેરિકામાં 5 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. દેશમાં 1912 બાદ પ્રથમ વખત વર્તમાન રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ વચ્ચે સ્પર્ધા થશે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપવાની વાત કરી છે. હવે તેણે પોતાના દેશમાં થઈ રહેલા પેલેસ્ટાઈન તરફી વિરોધને તોડવાનું વચન આપ્યું છે.

ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં, રિપબ્લિકન ઉમેદવારે મુખ્યત્વે યહૂદી દાતાઓના નાના જૂથને કહ્યું હતું કે જો તેઓ ચૂંટાય તો યુ.એસ.માંથી વિદ્યાર્થી વિરોધીઓને હાંકી કાઢશે. આ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અંગે ટ્રમ્પનું કહેવું છે કે તેઓ “કટ્ટરપંથી ક્રાંતિ”નો ભાગ છે. રિપોર્ટ અનુસાર, મિટિંગમાં ટ્રમ્પે કહ્યું, “જો તમે મને ચૂંટણી જીતાડશો તો… અમે તે આંદોલનને 25 કે 30 વર્ષ પાછળ ધકેલીશું. તમારે મને જીતાડવો જોઈએ.” વધુમાં કહ્યું કે, તેને હવે રોકવુ જોઈએ’.

ગાઝા પર ઇઝરાયલી યુદ્ધ સામે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં યુએસને હચમચાવી નાખ્યું છે. જેના કારણે અમેરિકન કોલેજોના અનેક કેમ્પસ પર પોલીસ કાર્યવાહી થઈ અને 2,000 થી વધુ ધરપકડ કરવામાં આવી. એપ્રિલના મધ્યમાં, કોલંબિયા યુનિવર્સિટી ખાતે ગાઝા એકતા શિબિર યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સંસ્થાને ઇઝરાયેલ સાથે જોડાયેલી કંપનીઓમાંથી અલગ થવા વિનંતી કરી હતી. આ આંદોલન કેલિફોર્નિયા, ટેક્સાસ અને અન્ય કેટલાક રાજ્યોના કેમ્પસમાં ફેલાઈ ગઈ. યુનિવર્સિટી સંચાલકોએ પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ પર સેમિટિક વિરોધી ભાષાનો ઉપયોગ કરવાનો અને કેમ્પસમાં અસુરક્ષિત વાતાવરણ બનાવવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓએ આ દાવાઓને ફગાવી દીધા હતા