VIDEO: ભારતીય જવાનોની તાકાત સામે ચીની સૈનિકો ઢેર, રસ્સાખેંચમાં ‘દેસી વીરો’નો દબદબો

Indian Army Video: ભારતીય સૈનિકોએ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનના ભાગરૂપે તેમના ચીની સમકક્ષો સામે ટગ-ઓફ-વોર સ્પર્ધા જીતી હતી. સેનાના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સ્પર્ધાને લઈને વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને દેશના સૈનિકોમાં સ્પર્ધાત્મક ભાવના જોવા મળી હતી.

શારીરિક કૌશલ્ય અને ટીમ વર્ક સાથે, ભારતીય સૈનિકોએ ચીન પર અસાધારણ વિજય હાંસલ કરવા માટે તેમની તાકાત અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોએ તમામ યુઝરોનું ધ્યાન ખેંચ્યું હતું.

તમને જણાવી દઈએ કે સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMIS)ની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા 24 માર્ચ 2005ના રોજ કરવામાં આવી હતી. તેની સ્થાપના સુદાન સરકાર અને સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટ વચ્ચે વ્યાપક શાંતિ કરાર પર હસ્તાક્ષરના પ્રતિભાવરૂપે કરવામાં આવી હતી. UNMIS ના મુખ્ય ઉદ્દેશ્યો શાંતિ કરારના અમલીકરણ, માનવતાવાદી સહાયતા, સુરક્ષા, માનવાધિકારોને પ્રોત્સાહન આપવાના છે.