December 21, 2024

IPL 2024: ક્વોલિફાયર-1 મેચ વરસાદને કારણે રદ થશે તો શું થશે?

KKR vs SRH Qualifier 1 IPL 2024: આઈપીએલ 2024 ની પ્રથમ ક્વોલિફાયર-1 મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ આવતીકાલે છે. આ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ વચ્ચે હવામાનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગરમીની સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે તમને સવાલ થતો હશે કે ક્વોલિફાયર-1 મેચ વરસાદને કારણે રદ થાય તો શું થશે અને વરસાદને કારણે કંઈ ટીમને ફાયદો થશે. આવો જાણીએ તમામ માહિતી.

પ્લેઓફ મેચ દરમિયાન વરસાદ
IPL 2024ની આ વખતની સિઝન હવે છેલ્લા વળાંક પર પહોંચી ગયું છે. 21 મેથી પ્લેઓફ મેચ શરૂ થવા જઈ રહી છે. ક્વોલિફાયર-1 મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે રમાશે. આ બંને ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. પરંતુ વરસાદ પણ મેચમાં વિઘ્ન બની શકે છે. ત્યારે આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો પ્લેઓફ મેચ દરમિયાન વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે?

પ્લેઓફ માટે IPL નિયમો
વરસાદના કારણે આ સિઝનમાં IPL 2024માં અત્યાર સુધી 3 મેચ રદ્દ કરવામાં આવી છે. તારીખ 3 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી 16 મેના હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે લીગ તબક્કાની છેલ્લી મેચ પણ વરસાદના કારણે રમાઈ ના હતી. જો પ્લેઓફની મેચ દરમિયાન વરસાદ આવે તો ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ રમાશે. આ સાથે સુપર ઓવર દ્વારા પરિણામ પણ નક્કી કરી શકાય છે. જો આ મેચ દરમિયાન એક પણ બોલ નહીં રમાઈ તો તો પોઇન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: લીગ સ્ટેજ બાદ આ ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાંથી બહાર

કોલકાતા નાઈટ રાઈડર્સને ફાયદો
જો આ મેચ રદ્દ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સને તેનો ફાયદો થશે. કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સ લીગ સ્ટેજમાં ટોપ પર છે. આવી સ્થિતિમાં જો ક્વોલિફાયર-1 મેચ રદ્દ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જેના કારણે જો મેચ રદ થાય છે, તો તેને હારનો સામનો કરવો પડશે. ત્યારબાદ તે ક્વોલિફાયર-2 મેચ રમશે.