ગુજરાતના દરિયાકિનારેથી 120 નોટિકલ માઇલ દૂર 173 પેકેટ ચરસ ઝડપાયું, બે આરોપીની ધરપકડ
અમદાવાદઃ સતત ત્રીજા દિવસે ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા તાજેતરમાં જ એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકિનારેથી 120 નોટીકલ માઇલ દૂર હતી. ત્યારે ફિશિંગ બોટમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના નામ મંગેશ તુકારામ (ભીડ, મહારાષ્ટ્ર), હરીદાસ રામનાથ કુલાલ (ભીડ, મહારાષ્ટ્ર) છે. ત્યારબાદ આ ફિશિંગ બોટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 173 પેકેટ હશિશ એટલે કે ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે. તેની કિંમત આશરે 60 કરોડ છે.
બીજી તરફ, દ્વારકાના દરિયાકિનારે ટેક્નિકલ સર્વેલન્સના આધારે એટીએસના પીઆઈ સહિત અન્ય કર્મચારીની ટીમે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી. કૈલાશ વેજીનાથ, સનપ અને દતા સખારામ અધાલે મહારાષ્ટ્રના રહેવાસી હતા. અલી અસગર હેલ પોત્રો ઉર્ફે આરીફ બીડાણાની માંડવી કચ્છ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપી દ્વારકાથી કસાઇમનેટ રિસિવ કરવાના હતા. પાકિસ્તાનથી આવેલી હશિશનું કસાઇમનેટ દ્વારકા ખાતે ઉતારવાનું હતું. પરંતુ દ્વારકાથી ભારતમાં ક્યાં લઈ જવાનું હતું અને કોણ લઈ જવાનું હતું તેની તપાસ કરી રહ્યા છે.
દ્વારકાથી બોટના ટંડેલને લઈ ગયા હતા. દ્વારકાથી બોટ ભાડે કરી હતી. આરોપીએ બોટના ટંડેલને પાકિસ્તાનથી 120 નોટિકલ માઇલ દૂર જવાનું કહ્યું હતું. પરતું ટંડેલે કહ્યું હતું કે, રિટર્ન આવતા પેટ્રોલ કે રાશન રિર્ટનમાં નહીં હોય. ત્યારે પાકિસ્તાની બોર્ટની સહાય લીધી હતી. ટંડેલને બોટમાં બંધક બનાવીને રાખ્યો હતો.
2 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી 2 ગુનેગારો અને 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ભારતીય માછીમારી બોટને પકડી પાડવામાં આવી હતી. ATS ગુજરાતના ચોક્કસ અને વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ICGએ વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને એરક્રાફ્ટને સમુદ્રના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા. તેની ખાતરી કરીને કે બોટ ડીઓ ICG દ્વારા દરિયાઈ હવાના સંકલિત સર્વેલન્સથી બચી ન જાય.
સકારાત્મક રીતે શંકાસ્પદ બોટની ઓળખ કર્યા પછી તેને ઝડપથી અટકાવવામાં આવી હતી. તપાસમાં ટૂંક સમયમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ અને 2 ગુનેગારો સાથે માછીમારીની બોટ જપ્ત કરી લેવામાં આવી હતી. હાલ આ ઘટનામાં સંડોવાયેલા ક્રૂની વધુ તપાસ ચાલુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ બારમું ઓપરેશન કરવામાં આવ્યું છે. દરિયા દ્વારા ડ્રગ્સની હેરફેરને યોગ્ય પ્રતિસાદ આપવા માટે ICG અને ATS ગુજરાતના સંયુક્ત પ્રયાસોના સંકલન અને સફળતાનો પુરાવો છે.