હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા
અમદાવાદઃ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગ ઝરતી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક ભાગમાં હીટવેટની આગાહી પણ કરવામાં આવી છે.
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, ‘સોરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ સુધી ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ રહેતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે છે.’