December 27, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, 201 નવી બસોનું ઉદ્ઘાટન કરશે

અમિત - NEWSCAPITAL

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે ગાંધીનગરમાં એક સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. સાથે જ તેઓ તુવેરદાળ માટે ઓનલાઈન પોર્ટલનું પણ ઉદ્ઘાટન કરશે.અમિત - NEWSCAPITALઅમિત શાહ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

આજે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ નોંધણી, ખરીદી અને ચુકવણી માટે પોર્ટલના ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાંજે 4 કલાકે ગાંધીનગરમાં 201 નવી બસોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં તુવેર દાળ ઉત્પાદક ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપે દેશભરમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે

ભાજપે દેશભરમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટેનો એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે અને હવે આ અંતર્ગત 6 જાન્યુઆરીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ મહત્વની બેઠક પણ કરશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે. વધુમાં આ બેઠક ખાનગી હોટલમાં યોજાય તેવી ચર્ચાઓ પણ હાલ થઈ રહી છે.

આ પણ વાંચો : ‘બ્રિજભૂષણ સિંહના લોકો ફોન કરીને આપે છે ધમકી’-સાક્ષી મલિક
અમિત - NEWSCAPITAL6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક

લોકસભા ચૂંટણીને લઈને 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠકની અધ્યક્ષતા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે. આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે. આ બેઠકમાં ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ અને લોકસભાની ચૂંટણી માટે રચાયેલી સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.