December 27, 2024

રણજી ટ્રોફી 2024ની ફાઇનલ મેચ માટે મોટી જાહેરાત

અમદાવાદ: રણજી ટ્રોફી 2024ની ફાઇનલ મેચ થોડા દિવસમાં આવી રહ્યી છે જે 10 માર્ચના રમાશે. પરંતુ આ મેચની ફાઈનલ ક્યાં રમાશે તેનો સવાલ દરેક ક્રિકેટ ચાહકોને થતો હતો. ત્યારે આ મેચની ફાઈનલની જાહેરાત કરી દેવામાં આવી છે.

ક્યાં રમાશે?
રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશેની જાહેરાત કરી દેવામાં આવી છે. રણજી ટ્રોફી સીઝનની ફાઈનલ 10 થી 14 માર્ચ સુધી વાનખેડેના સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવશે. સચિવ અજિંક્ય નાયકે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે વાનખેડે સ્ટેડિયમ લગભગ 50 વર્ષથી મુંબઈમાં છે. ઘણી બધી મેચ આ મેદાનમાં રમાણી છે. ફરી એક વખત રણજી ટ્રોફી 2024ની ફાઈનલ મેચ આ મેદાનમાં રમાવા જઈ રહી છે.

ફાઇનલ મેચોનું શેડ્યૂલ
ક્વાર્ટર ફાઇનલ 1: વિદર્ભ vs કર્ણાટક, ક્વાર્ટર ફાઈનલ 2: મુંબઈ વિરુદ્ધ બરોડા, ક્વાર્ટર ફાઈનલ 3: તમિલનાડુ વિરુદ્ધ સૌરાષ્ટ્ર, ક્વાર્ટર ફાઈનલ 4: મધ્ય પ્રદેશ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ, આ વખતે પ્લેટ વિભાગની ટોચની બે ટીમો હૈદરાબાદ અને મેઘાલય છે. આ ટીમો રણજી ટ્રોફીની આગામી સિઝનમાં એલિટ ગ્રુપનો ભાગ હશે.

સૌથી સફળ બોલર
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. જોકે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં જસપ્રીત બુમરાહએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જો જસપ્રીત બુમરાહ મેચ નહીં રમે તો તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકે છે.