December 11, 2024

WPL 2024: દિલ્હી અને મુંબઈ વચ્ચે થશે નંબર વન થવાની હરીફાઈ

અમદાવાદ: મહિલા પ્રીમિયર લીગ 2024ની મેચ જબરદસ્ત રમાઈ રહી છે. ક્રિકેટ ચાહકોને આ મેચ જોવાની મજા આવી રહી છે. નંબર વન પર પહોંચવા માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મેચ રમાશે. આ મેચનું આયોજન અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ત્યારે જાણો કેવી હોઈ શકે છે પીચ.

અત્યાર સુધીમાં ઘણી મેચો રમાઈ
દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે ચારમાં જીત હાંસલ કરી છે. દિલ્હીના મેદાન પર સૌથી મોટો સ્કોર દક્ષિણ આફ્રિકાની ટીમે બનાવ્યો હતો. ત્યારબાદ આફ્રિકાએ 212 રન બનાવ્યા હતા. સૌથી ઓછો સ્કોર શ્રીલંકન ટીમના નામે છે. ટીમે 120 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે વિમેન્સ પ્રીમિયર લીગ 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ પ્રથમ સ્થાને જોવા મળી હતી. ત્યારે આજની જે મેચ જે જીતશે તે પહેલા નંબર પર આવી જશે.

આ ખેલાડીઓ છે બંને ટીમમાં
બંને ટીમોની ટીમોમુંબઈ ઈન્ડિયન્સમાં અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હુમૈરા કાઝી, ઈસી વોંગ, જિંતિમાની કલિતા, નેટ સાયવર-બ્રન્ટ, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યાસ્તિકા ભાટિયા, હેલી મેથ્યુઝ, , પૂજા વસ્ત્રાકર, શબિન ઈસ્માઈલ, શબિન અમનદીપ કૌર, ફાતિમા જાફર, કીર્તન બાલકૃષ્ણન આ ખલેાડીઓ છે. જયારે દિલ્હી કેપિટલ્સની વાત કરવામાં આવે તો ભાટિયા, તિતાસ સુધરલેન્ડ, અન્ના સાધુ , અપર્ણા મંડલ, અશ્વની કુમારી, એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મેરિઝાન કેપ, મેગ લેનિંગ, મિનુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાનિયાનો સમાવેશ થાય છે.

કાર્યવાહી કરવામાં આવી
દિલ્હી કેપિટલ્સની બોલર અરુંધતી રેડ્ડીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામેની તેની ટીમની મેચ દરમિયાન WPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરુંધતિએ આ ગુનાને કબૂલ કર્યો છે. આ ગુનો મેચ ચાલું હોય તે દરમિયાન ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ કરવા સંબંધિત છે.