Gujarat: 22-23 ફેબ્રુઆરીએ વિધાનસભા બેઠક કરાઈ રદ્દ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેને લઇને વિધાનસભા બેઠકો રદ્દ કરવામાં આવી છે. નોંધનીય છે કે પીએમ મોદી આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 22 અને 23 ફેબ્રુઆરીએ વિધાનસભાની બેઠક રદ્દ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધાનસભાની બેઠક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે. જેને લઇને તમામ બેઠકો રદ્દ કરવામાં આવી છે. જોકે, 22 અને 23 ફેબ્રુઆરીએ રદ્દ કરાયેલી બેઠક 27 અને 28 ફેબ્રુઆરીએ મળશે.
ગુજરાત વિધાનસભામાં સામાન્ય રીતે રોજ બે બેઠક મળે છે. આમ, 22-23 ફેબ્રુઆરીએ રદ કરાયેલી બેઠકમાંથી 2-2 બેઠક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મંત્રીમંડળના સભ્યો સહિત તમામ ધારાસભ્યોને આગામી 15મી ફેબ્રુઆરીએ અંબાજી દર્શન માટે લઈ જવાશે.