હૈદરાબાદે IPL ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો, રાજસ્થાનને 287 રનનો ટાર્ગેટ આપ્યો

IPL SRH vs RR: IPL-18ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદ સામે રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 6 વિકેટે 286 રન બનાવ્યા. IPLના 18 વર્ષના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે, ટીમે ગયા વર્ષે 287 રન બનાવ્યા હતા.
હૈદરાબાદે 286 રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. સૌથી વધુ સ્કોર પણ SRHના નામે છે. ગયા વર્ષે હૈદરાબાદની ટીમે 287 રન બનાવ્યા હતા.
ઈશાને સિઝનની પહેલી સદી ફટકારી
હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 106 રન સાથે સિઝનની પહેલી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા. હેનરિક ક્લાસેન 34 રન બનાવીને આઉટ થયો હતા. નીતિશ કુમાર રેડ્ડી 30 રન બનાવીને આઉટ થયો હતા અને અભિષેક શર્મા ૨૪ રન બનાવીને આઉટ થયા હતા. રાજસ્થાનના તુષાર દેશપાંડેએ 3 વિકેટ લીધી. મહિષ થીકશનાએ 2 વિકેટ અને સંદીપ શર્માએ 1 વિકેટ લીધી.
બંને ટીમોની પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ: સચિન બેવી, જયદેવ ઉનડકટ, ઝીશાન અંસારી, એડમ ઝામ્પા અને મુલ્ડર.
રાજસ્થાન રોયલ્સ: રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહિશ થીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને ફઝલહક ફારૂકી. ઇમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ: સંજુ સેમસન, ક્વેન મ્ફાકા, કૃણાલ રાઠોડ, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય.
આજની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો તેમની સૌથી મોટી હરીફ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.