March 15, 2025

વરુણ ચક્રવર્તીનો ચોંકાવનારો ખુલાસો, T20 વર્લ્ડ કપ પછી લોકોએ મને મારી નાખવાની આપી હતી ધમકી

Varun Chakaravarthy: રોહિત શર્માની કમાન હેઠળ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમમાં દરેક ખેલાડીઓ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાની જીતમાં વરુણ ચક્રવર્તીનું પણ ઘણું યોગદાન રહ્યું છે. ટીમ ઈન્ડિયાની જીત થતાની સાથે લોકો વરુણ ચક્રવર્તી વાહવાહી કરી રહ્યા છે. પરંતુ આ સમયે વરુણ ચક્રવર્તીને પોતાનો ખરાબ સમય યાદ આવી ગયો છે. જ્યારે ભારતીય ચાહકોએ વરુણ ચક્રવર્તીને ભારત પાછા ન ફરવાની ધમકી આપી હતી.

હું વર્લ્ડ કપ માટે રમી શકીશ નહીં
વરુણ ચક્રવર્તીએ કહ્યું કે વર્ષ 2021ના T20 વર્લ્ડ કપ પછી તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તેને ચિંતા થઈ રહી હતી કે તે ટીમ માટે કોઈ કામનો રહ્યો નથી. આટલું જ નહીં તેને ઈન્ડિયામાં પરત ના ફરવાની ધમકીઓ મળી રહી હતી. વરુણ ચક્રવર્તીએ કહ્યું કે આ સમય મારા માટે ખરાબ હતો. હું આ સમયે ડિપ્રેશનમાં હતો. મને લાગ્યું કે હું વર્લ્ડ કપ માટે મારી પસંદગી થશે કે નહીં. મને એક પણ વિકેટ ન મળી શકવાનું દુઃખ હતું. આ પછી ના 3 વર્ષ સુધી મારી પસંદગી કરવામાં આવી ન હતી. જેના કારણે મને લાગે છે ડેબ્યૂ પછી ટીમમાં વાપસી કરવી મારા માટે ખૂબ મુશ્કેલ હતું.

આ પણ વાંચો: IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં કેવું રહેશે દુબઈનું હવામાન? જાણો

ધમકીભર્યા ફોન આવ્યા હતા
T20 વર્લ્ડ કપ 2021 પછી મને ધમકીભર્યા ફોન આવ્યા હતા. લોકો કહી રહ્યા હતા કે ઈન્ડિયા ના આવતા. એવો પણ સમય આવ્યો કે લોકો મારા ઘર સુધી આવી ગયા હતા. મારે તેમનાથી બચવા માટે ઘણી વાર છુપાઈ જવું પડ્યું હતું. જ્યારે હું એરપોર્ટથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકો તેમની બાઇક પર મારી પાછળ આવ્યા હતા. હું સમજી શકું છું કે ચાહકોને મારા પ્રદર્શનને કારણે ભાવુક થયા હતા. T20 વર્લ્ડ કપ 2021 માં ખરાબ પ્રદર્શન બાદ વરુણ ચક્રવર્તીને લાંબા સમય સુધી ભારતીય ટીમની બહાર રહેવાનો વારો આવ્યો હતો. પરંતુ આખરે તેણે આઈપીએલમાં એવું પ્રદર્શન કર્યું કે જેના કારણે તેને ફરી ટીમ ઈન્ડિયામાં વાપસી મળી હતી.