March 10, 2025

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ પાંચ ક્ષણ જેને કોઈ વર્ષો સુધી ભૂલી શકશે નહીં

Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પૂર્ણ થઈ ગઈ છે. પાકિસ્તાનની યજમાની હેઠળ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જત્યો છે. આ ટુર્નામેન્ટની એવી 5 ખાસ ક્ષણો વિશે જાણીએ જે દુનિયા ઘણા વર્ષો સુધી ભૂલી શકશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઈન્ડિયાનો વિજય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સૌથી મોટી ક્ષણ તો ટીમ ઈન્ડિયાએ ખિતાબ જીત્યો તે છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી હતી. 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટુર્નામેન્ટ જીતી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાની આ જીત વર્ષો સુધી યાદ રહેશે.

વિરાટ કોહલીની સદી પર કાવતરું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ખાસ ક્ષણમાં આ ખાસ ક્ષણ ભૂલી શકાય તેમ નથી. જ્યારે પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીની સદી રોકવા માટે એક પછી એક વાઈડ બોલ ફેંક્યા હતા. તેમ છતાં વિરાટે પોતાની સદી પૂર્ણ કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ તબક્કામાંથી પાકિસ્તાન બહાર

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સૌથી મોટી ક્ષણ પાકિસ્તાનની ટીમનું ક્રિકેટ ટીમનું લીગ સ્ટેજમાંથી બહાર થવું. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન યજમાન હતું. એમ છતાં ટીમ પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું ના હતું. યજમાન તરીકે ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ માટે આ એક મોટો ફટકો હતો.

આ પણ વાંચો:આ સાત ખેલાડીએ પહેલીવાર ICC ટ્રોફીનો ખિતાબ જીત્યો, ક્રિકેટ કરિયરને લાગ્યા ચાર ચાંદ

અફઘાન ખેલાડીનો કોલર પકડી લીધો

જ્યારે ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની જીત પછી એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો ગયો હતો. આ ઝઘડા દરમિયાન, ચાહકે અફઘાન ખેલાડીનો કોલર પકડી લીધો હતો. આ બનાવ ક્યારે પણ ભૂલાશે નહીં.

સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી


ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સ્ટીવ સ્મિથની નિવૃત્તિ પણ યાદ રાખવામાં આવશે. જોકે, તે પહેલાં, સ્મિથે ગ્રુપ બી લીગ મેચમાં અફઘાનિસ્તાન સામે રન-આઉટ અપીલ પાછી ખેંચી લીધી હતી. આ સમયે એવું બન્યું હતું કે અફઘાન ખેલાડીને ખબર નહોતી કે બોલ ક્યાંથી ફિલ્ડ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે ક્રીઝ છોડી દીધી હતી. બોલ વિકેટકીપર પાસે આવતાની સાથે જ તેણે રન આઉટ જાહેર કર્યો હતો. પરંતુ સ્મિથે અપીલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.