રાજ્યમાં 5 એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટેના સ્પેશિયલ કોચ હટાવી દેવાયા

Railway News Gujarat: ગુજરાતમાંથી પસાર થતી 5 એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટેના સ્પેશિયલ કોચ હટાવી દેવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રેલવે પેસેન્જર એસો.ના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં મહાદેવને સ્વામીના સેવક તરીકે દર્શાવાના મામલે બ્રાહ્મણ સમાજમાં રોષ
સ્પેશિયલ કોચ શરૂ કરવા જોઈએ
રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી ટ્રેનમાં મહિલાઓ માટે ફરીથી સ્પેશિયલ કોચ શરૂ કરવા માંગ કરી હતી. કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી, ગુજરાત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા માટેના સ્પેશિયલ કોચ હટાવામાં આવ્યા છે. ટ્રેનમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે કોચ હટાવતા અનેક સવાલો ઉઠ્યા છે. વડોદરાથી રોજ અપડાઉન કરતી મહિલાઓ અને વિધાર્થીઓને હાલાકી પડી રહી છે. મહિલાઓએ કહ્યું, મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ મહિલા કોચ શરૂ કરવા જોઈએ. જનરલ કોચમાં બેસીને આવતાં અમને ઓકવર્ડ ફીલ થાય છે. સરકારે ફરીથી મહિલાઓ માટે સ્પેશિયલ કોચ શરૂ કરવા જોઈએ.