મહેસાણામાં 4 દીકરીઓને અનોખી સિદ્ધી, ચાર સગી બહેનોને એક સાથે મળી પોલીસ વિભાગમાં નોકરી

Mehsana: મહેસાણા પાટણ જિલ્લાના હાજીપૂર ગામની 4 બહેનોની પ્રેરણાદાયક કહાની સામે આવી છે. હાજીપૂર ગામની 4 દીકરીઓની અનોખી સિદ્ધિ સામે આવી છે. 4 સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નોકરી મેળવી છે.
મળતી માહિતી અનુસાર હાલ ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મહેસાણા પાટણ જિલ્લાના હાજીપૂર ગામમાં સામાન્ય પરિવારની દીકરીઓને એકસાથે પોલીસ વિભાગમાં નોકરી મળી છે. જાગૃતિ,હિના હેતલ અને પ્રિયંકા નામની 4 સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવીને અનોખી સિદ્ધી મેળવી છે. નોંધનીય છે કે 4 બહેનો અને એક ભાઈના સામાન્ય પરિવારની દીકરીઓની અનોખી સિદ્ધિ છે. જ્યારે પિતા પ્લમ્બર તરીકે કામ કરે છે.