February 4, 2025

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થશે UCC, 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી

UCC In Gujarat: ગુજરાતમાં UCC અંગે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આ અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ UCCને લઈને મોટી જાહેરાત કરી છે. પાંચ સંભ્યોની સમિતીની રચના કરવામાં આવશે.  રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોનાં સૂચન પર કામ કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ થઈ શકે છે લાગુ, આજે બપોરે 12:15 કલાકે રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ

યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું?
UCCને સરળ ભાષામાં કહીએ તો નાગરિક સંહિતા. એક દેશ એક કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ. જેમાં તમામ જનતા માટે એકસરખો કાયદો હોય છે. તે પછી ભલે કોઈ પણ ધર્મ કે જાતિનું હોય.પરંતુ એક જ સરખો કાયદો લાગે છે. હાલમાં તમામ સમાજ કે ધર્મો પોતપોતાના અલગ અલગ નિયમ છે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત તમામ નિયમો અલગ અલગ છે. જો ગુજરાતમાં UCC લાગુ કરી દેવામાં આવે છે તો તમામ લોકો માટે એક જ કાયદો રહેશે.