યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

સિદ્ધપુર: યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં ત્રિદિવસીય વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 27-1-2025થી 29-1-2025ના રોજ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને હાઈસ્કૂલ વિભાગના 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
જેમાં કરાટે, લેજિયમ, પીરામીડ, સ્કેટિંગ, ડમ્બેલ્સ, 100 મીટરની દોડ, સ્લોહ સાઇકલ, લીંબુ ચમચી, સેક રેસ, સ્કિપિંગ રેસ, ભાલા ફેક, ચક્ર ફેક, વગેરે રમતોમાં ભાગ લઇ ઉત્સાહ પ્રગટ કર્યો હતો. શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર મેમ, આચાર્યશ્રી અને શૈક્ષનિક અને બિન શૈક્ષનિક સ્ટાફની મેહનત થકી રમોત્સવને સફળ બનાવ્યો હતો. આ ઉજવણીમાં 540થી વધુ વાલીઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધાવી હતી.