IND vs BAN: દુબઈમાં ટોસ કેટલા વાગ્યે થશે, જાણો સંપૂર્ણ વિગત

India vs Bangladesh: ચેમ્પિયન્સ ટ્રોફી આજથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ આજથી તેની પહેલી મેચની રમશે. હવે તમને સવાલ થશે કે દુબઈમાં ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ માટે ટોસ કયા સમયે થશે? આવો જાણીએ તમામ માહિતી.

આ પણ વાંચો: આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે મિની વર્લ્ડ કપ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

આજે દુબઈમાં ટોસ કેટલા વાગ્યે થશે?
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ પાકિસ્તાનમાં રમાઈ હતી. આ સમયે આ મેચનો ટોસ બપોરના 2 વાગ્યે કરવામાં આવ્યો હતો અને મેચની શરુઆત 2:30 વાગ્યે કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ માટે ટોસ આજે 2 વાગ્યાના ટોસ થશે અને મેચની શરૂઆત 2:30 વાગ્યે થશે. મેચના સમયમાં કોઈ ફેરફાર નથી. હવે દુબઈના રેકોર્ડ વિશે જાણીએ કે અત્યાર સુધીનો કેવો છે રેકોર્ડ. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 58 ODI મેચ રમાઈ છે. જેમાં જે ટીમે બેટિંગ કરી હતી તેણે 22 મેચ જીતી છે. જે ટીમે પહેલા બોલિંગ કરી હતી તેણે 34 મેચ જીતી છે. ODI મેચમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના રેકોર્ડની વાત કરવામાં આવે તો બંને ટીમો વચ્ચે 41 મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 32 મેચ અને બાંગ્લાદેશની ટીમ 8 મેચ જીતી છે. બાંગ્લાદેશે પોતાના ઘરઆંગણે 8માંથી 6 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી.