January 19, 2025

મનુ ભાકરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, પરિવારના 2 સભ્યોના અકસ્માતમાં મોત

Manu Bhaker: ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું સામે આવ્યું છે. કારણ કે તેમના પરિવારના બે સભ્યોના અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મનુના મામા અને દાદી તેનું અકસ્માતમાં મોત થયું છે. આજે સવારે રખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર અકસ્માત થયો હતો. આ સમયે મનુના મામા અને દાદી સ્કૂટી પર મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે બ્રેઝા કારે બંનેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરથી વાગી હતી કે જેના કારણ કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો: મોરોક્કો 2030 ફિફા વર્લ્ડ કપ પહેલા 3 મિલિયન રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે?

કેવી રીતે થયો અકસ્માત?
મનુ ભાકરના મામા યુદ્ધવીર હરિયાણા રોડવેઝમાં ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ કાલિયાણા વળાંક પર પહોંચ્યા કે તરત જ રોંગ સાઇડથી આવી રહેલી એક ઝડપી બ્રેઝા કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની કિનારે પલટી ગઈ હતી. જેમાં મનુ ભાકરના મામા અને દાદીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.