January 8, 2025

બુમરાહ મેચ વચ્ચે થયો ઈજાગ્રસ્ત, વીડિયો થયો વાયરલ

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહી છે. જસપ્રિત બુમરાહ અચાનક મેદાન છોડીને જતો રહ્યો છે. જેના કારણે ચાહકોના ધબકારા વધી ગયા છે. મહત્વની વાત એ છે કે બુમરાહ ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર રહ્યો છે. ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે સ્ટેડિયમની બહાર જતો રહ્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કારમાં બેસીને જઈ રહ્યો છે.

આ પણ વાંચો: 10 મિનિટમાં મળી જશે એમ્બ્યુલન્સ, બ્લિંકિટે શરૂ કરી નવી ઈમરજન્સી સેવા

બુમરાહની જગ્યાએ કોહલી કેપ્ટન બન્યો
પ્રથમ વાત કે રોહિત આ મેચમાં રમી રહ્યો નથી. હવે બુમરાહ પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી છે. વિરાટ કોહલી કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. બુમરાહની જગ્યા પર વિરાટ જ ટીમની કમાન સંભાળી શકે એમ હતો. જેના કારણે તેને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. જ્યાં બુમરાહ મેદાનમાં આવી શકશે નહીં ત્યાં સુધી વિરાટ ટીમની કમાન સંભાળશે.