January 7, 2025

ઈઝરાયલના હુમલામાં 24 કલાકમાં 67 લોકોના મોત, હચમચી ગયું ગાઝા

GAZA: ગાઝામાં હમાસને નિશાન બનાવતી વખતે ઈઝરાયલ પેલેસ્ટિનિયન નાગરિકોને પણ બક્ષી રહ્યું નથી. ગુરુવારે સવારથી, ઈઝરાયલે ગાઝાના રાહત કેન્દ્ર વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ગાઝા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં ગુરુવારે ગાઝામાં ઓછામાં ઓછા 68 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ટેન્ટ કેમ્પ પર થયેલા દરેક હુમલામાં એન્ક્લેવના પોલીસ દળના વડા સહિત નવ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલની સેનાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ઈઝરાયલે કહ્યું છે કે તે દક્ષિણ ગાઝામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના સુરક્ષા દળોનો વડા હતો. તાજેતરના હુમલા ગાઝાના અલ-મવાસીમાં થયા હતા. ઈઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ બાદ આ વિસ્તારને સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

હમાસ સંચાલિત ગાઝા ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પોલીસ વિભાગના મહાનિર્દેશક મહમૂદ સલાહ અને તેમના સાથીદાર હુસમ શાહવાન, જેઓ કેમ્પમાં લોકોની તપાસ કરી રહ્યા હતા. હુમલામાં માર્યા ગયા હતા. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે તેણે ખાન યુનિસ શહેરની પશ્ચિમે આવેલા અલ-માવાસીમાં ગુપ્ત માહિતીના આધારે હુમલો કર્યો હતો અને શાહવાનને મારી નાખ્યો હતો. સેનાએ કહ્યું કે તે દક્ષિણ ગાઝામાં હમાસ દળોનું નેતૃત્વ કરી રહ્યો હતો. જોકે, તેણે સાલાહના મૃત્યુ અંગે કોઈ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો: ભારત સાથે નફ્ફટાઈ કરવી બાંગ્લાદેશને પડશે મોંઘી, 43 વસ્તુઓ પર વધાર્યો વેટ

ગુરુવારે સૌથી વધુ મૃત્યુ થયા
આ દરમિયાન ઈઝરાયલના અન્ય હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ખાન યુનિસમાં ગૃહ મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં છ લોકો માર્યા ગયા હતા. ઉત્તર ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પ અને મધ્ય ગાઝામાં મગાજી કેમ્પ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઈઝરાયલે છેલ્લા કેટલાક અઠવાડિયાની સરખામણીમાં ગુરુવારે તેના સૌથી મોટા હુમલા કર્યા હતા. ગુરુવારે મૃત્યુઆંક તાજેતરના અઠવાડિયામાં સૌથી વધુ હતો.

ઈઝરાયલે અહેવાલો પર પ્રતિક્રિયા આપી
ગુરુવારના મૃત્યુના અહેવાલ વિશે પૂછવામાં આવતા ઈઝરાયલી સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે અને નાગરિકોને નુકસાન ઓછું કરવા માટે શક્ય સાવચેતી રાખે છે. ઈઝરાયલની સેનાએ હમાસના આતંકવાદીઓ પર રહેણાંક વિસ્તારોનો કવર તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે હમાસે આ વાતને નકારી કાઢી છે.