January 4, 2025

બોઇસર-તારાપુર MIDCમાં ભીષણ આગ, શ્રી કેમિકલ-આદર્શ ટેક્સટાઇલ કંપની બળીને ખાખ

મુંબઈઃ મહારાષ્ટ્રના બોઈસર તારાપુર MIDCમાં આગની ઘટના સામે આવી છે. યુકે એરોમેટિક એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગમાં બાજુની કંપની શ્રી કેમિકલ, આદર્શ ટેક્સટાઈલ સહિતની કંપની પણ બળીને ખાખ થઈ ગઈ છે.

આ ઘટનાની જાણ થતા જ ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. સદ્નસીબે આગ લાગ્યા બાદ કામદારો નાસી છૂટતા મોટી જાનહાનિ ટળી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડના શરતી પ્રયાસો ચાલુ છે. આ સાથે જ સ્થાનિક પોલીસ પ્રશાસનના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.