December 12, 2024

Jio Recharge Plan: 300 રૂપિયાની અંદર થઈ જશે આ ત્રણ રિચાર્જ પ્લાન

Jio Recharge Plan: Jio સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. જેના કારણે કંપનીઓને પણ ઘણું નુકસાન થયું છે. બીજી બાજૂ કંપની પણ તેના યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન લાવ્યું છે. જેમાં કોલિંગની સાથે બીજા ઘણા ફાયદાઓ પણ તમને મળી રહેશે. અમે આજે Jioના 3 પ્લાન વિશે જણાવીશું જે રુપિયા 300થી ઓછામાં તમે કરી શકો છો.

199 રૂપિયાનો પ્લાન
1.5GB દૈનિક ડેટા સાથે તમને આ પ્લાનમાં મળી રહેશે. જેમાં તમને અમર્યાદિત કૉલિંગનો પણ લાભ મળી રહેશે. રોજ તમે 100 ફ્રી SMS કરી શકો છો. આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે.

299 રૂપિયાનો પ્લાન
Jioનો આ પ્લાન તમને 28 દિવસ માટે મળી રહેશે. અનલિમિટેડ ફ્રી કૉલનો લાભ પણ તમને મળી રહેશે. રોજ 1.5GB ડેટાનો લાભ મળશે અને તેની સાથે 100 ફ્રી SMSનો લાભ પણ તમને મળી રહેશે.

આ પણ વાંચો: સર્ચ એન્જિનમાં પણ ‘સ્ત્રી’નો દબદબો, ગૂગલે પણ કહ્યું યસ

239 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાનમાં તમને રોજ 1.5GB હાઇ સ્પીડ ડેટા મળી રહેશે. જેમાં તમે અમર્યાદિત કૉલિંગનો લાભ લઈ શકો છો. રોજ 100 મફત SMSનો લાભ મળી રહેશે. આ પ્લાન તમને 22 દિવસ સુધી મળી રહેશે.