સર્ચ એન્જિનમાં પણ ‘સ્ત્રી’નો દબદબો, ગૂગલે પણ કહ્યું યસ
Google Year in Search 2024: દર વર્ષના ગૂગલ સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી બહાર પાડે છે. આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી બહાર પાડી છે. જેમાં ભારતમાં આખા વર્ષ દરમિયાન સર્ચ કરાયેલ વસ્તુઓની યાદી શેર કરી છે. આવો જાણીએ કે ભારતમાં સૌથી વધારે શું સર્ચ કરવામાં આવ્યું છે.
આ સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો
1. સ્ત્રી 2
2. કલ્કી 2989 એડી
3. 12મી ફેલ
4. લાપતા લેડીઝ
5. હનુ-મેન
6. મહારાજા
7. મંજુમ્મેલ બોયઝ
8. ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ
9. સાલાર
10. આવેશમ
આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ
મુસાફરી માટે આ સ્થળ કર્યા સર્ચ
1. અઝરબૈજાન
2. બાલી
3. મનાલી
4. કઝાકિસ્તાન
5. જયપુર
6. જ્યોર્જિયા
7. મલેશિયા
8. અયોધ્યા
9. કાશ્મીર
10. દક્ષિણ ગોવા
આ સિવાય ભારતીય યુઝર્સે કેરીનું અથાણુંની રેસિપી વિશે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. તે જ સમયે Gen-Z એ Google પર સૌથી વધુ ટ્રેન્ડિંગ મીમ્સ વિશે સર્ચ કર્યું છે.મૂવીઝ અને વેબસિરીઝની સાથે લોકોએ IPL, T-20 વર્લ્ડ કપ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ ઘણી સર્ચ કરી છે. ગૂગલે તાજેતરમાં લોન્ચ કરાયેલ હમ ટુ સર્ચ ફિચર દ્વારા સર્ચ કરવા માટેની વસ્તુઓની યાદી પણ બહાર પાડી છે.