November 24, 2024

વાવ વિધાનસભા પર બીજેપીની જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન, નકારાત્મક રાજનીતિની હાર થઈ

Alpesh Thakor: વાવ વિધાનસભા બીજેપીની જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેમણે ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે નિશાન સાધ્યું હતું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે.

નકારાત્મક રાજનીતિની હાર થઈ
વાવ વિધાનસભા બીજેપીની જીત બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાધનપુર હું ચૂંટણી લડતો હતો ત્યારે મારી વિરૂદ્ધ પ્રચાર કરી મને થોડા મતથી હરાવ્યો હતો. સવરૂપજીની સાથે મને પણ વાવ વિધાનસભામાં ખૂબ હેરાન કર્યો હતો. હું તે વિસ્તારમાં ના જઈ શકું તેવા પ્રયત્નો કર્યા હતા. ઠાકોર સમાજે એક તરફી મતદાન કરી એમને જડબાતોડ જવાબ આપ્યો છે. જો તમે સમાજની વાત કરતા હોય ત્યારે તમે લડો ત્યારે સમાજ અને સમાજનો દીકરો રાજનીતિ કરવા આવે તેને રાજનીતિ ના કરવા દેવાની?

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રોહિત શર્મા આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે

પૈસા આપી ખરીદવાનો પ્રયત્ન
અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે લોકોએ જે સમાજને મત માટે પૈસા આપી ખરીદવાનો પ્રયત્ન થયો તેને પણ જવાબ આપ્યો છે. અમારા બેન બા તમે જે સમાજના નામે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો તેજ સમાજને તમે વેર વિખેર કરી તેનો ક્યારે ફાયદો નહિં થાય. અમે કામોની વાત લઈને આવ્યા હતા એ લોકો ગાળોની વાત લઈને આવ્યા હતા. અમે જોડવાની વાત લઈને આવ્યા હતા એ લોકો તોડવાની વાત લઈને આવ્યા હતા. એ કરે એ બધી લીલા છે અમે કરીએ એ જાતિવાદની વાત? જે મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે એ લોકોને આ જડબાતોડ જવાબ મળ્યો છે.