રાજકોટ: ખ્યાતિ હોસ્પિટલને લઈ હેમાંગ વસાવડાએ કહ્યું- ‘આ જઘન્ય અપરાધ છે’
Rajkot: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. જેની પર સતત તપાસ ચાલુ રહી છે. ત્યારે હવે આ મામલે રાજકોટના ન્યુરો સર્જન ડૉ હેમાંગ વસાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે. ડૉ હેમાંગ વસાવડાએ આ અંગે જણાવ્યું છે કે, આ જઘન્ય અપરાધ છે. તેમજ અમદાવાદમાં કાગડા કાળા હોય તો રાજકોટમાં કાગડા ધોળા ન હોય.
ખ્યાતિ હોસ્પિટલને મામલે વધુમાં હેમાંગ વસાવડાએ કહ્યું છે કે કોર્પોરેટ બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. તેમજ ડોકટરોને ગેરંટી મની આપવામાં આવતી હોય છે. જેની સામે ડોક્ટરોએ ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. આ સિવાય જે ડોકટરો ટાર્ગેટ પુરા નથી કરતા તે લોકોનું ઈન્સેન્ટિવ કપાતું હોય છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોને કહ્યા વગર એન્જીઓગ્રાફી કરી હતી. જેમાં 2 લોકોના મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરાની અંજના હોસ્પિટલના ડોક્ટરની કાળી કરતૂતનો પર્દાફાશ, વીડિયો વાયરલ