January 21, 2025

વડોદરાની અંજના હોસ્પિટલના ડોક્ટરની કાળી કરતૂતનો પર્દાફાશ, વીડિયો વાયરલ

વડોદરાઃ અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કૌભાંડની આશંકા મામલે દર્દીની વાતને રદિયો આપનારા ડોક્ટર મલ્લિકા ખન્નાની કરતૂતનો પર્દાફાશ થયો છે. ગઈકાલે મલ્લિકા ખન્ના સુફિયાણી વાતો કરતા હતા અને આજે કબૂલાત કરી છે. ત્યારે વાયરલ થયેલા વીડિયોમાં અંજના હોસ્પિટલની ગેરરીતિ પરથી પરદો ઉંચકાયો છે.

ખુદ મલ્લિકા ખન્ના ગેરરીતિ આચરતા હોવાની કબૂલાત કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ડોક્ટર પોતે કબૂલી રહ્યા છે કે, દર્દીને ICUમાં રાખવાની જરૂર નથી. જો જનરલ વોર્ડમાં દર્દીને રાખીશું તો દર્દીને મોંઘુ ઇન્જેક્શન નહીં આપી શકાય. આયુષ્માન કાર્ડ અંતર્ગત મોંઘુ ઇન્જેક્શન મેળવવા માટે દર્દીને ICUમાં રાખવામાં આવ્યા છે.’

ડોક્ટર દર્દીના સ્વજનને કહી રહ્યા છે કે, ‘આયુષ્માન કાર્ડ છે એટલા માટે જ ICUમાં દાખલ કર્યા છે. અમને ખબર છે કે, ક્યારેક આયુષ્માનવાળા એપ્રુવલ આપે અને ક્યારે નહીં. આયુષ્માન કાર્ડવાળા ઉતાવળ કરી રહ્યા છે કે દર્દીને રજા આપી દો. છતાં અમે દર્દીને કીધું કે હજી વધુ 4 દિવસ સારવાર લઈ લો.’