January 14, 2025

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 20 લોકોનાં મોત

Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટને કારણે 20 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે જેને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

બોમ્બ બ્લાસ્ટ થયો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઓછામાં ઓછા 20 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ બ્લાસ્ટ બલૂચિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પાસે થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં થયો હતો. વિસ્ફોટની માહિતી મળતાની સાથે પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: રાહુલે આપ્યા ગુડ ન્યૂઝ, ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા કરી મોટી જાહેરાત

રેલવે અધિકારીઓએ આપી માહિતી
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ન હતી. જેના કારણે અંદાજો લાગાવી શકાય કે આ બનાવ સવારે 9 વાગ્યા પહેલા બન્યો છે. આ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.