Banaskantha: ડીસા-થરાદ હાઇવે પર પૂરઝડપે આવેલ કારની ટક્કરે આધેડનું મોત

Banaskantha: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે બનાસકાંઠાના ડીસા-થરાદ હાઇવે પર રામપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. રામપુરા ગામના આધેડ અચાનક રોડ પર આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૂરઝડપે આવેલ કારની ટક્કરે આધેડનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર ડીસા-થરાદ હાઇવે પર રામપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. રામપુરા ગામના આધેડ અચાનક રોડ પર આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રામપુરાના લાખાજી મોનાજી જાટનું કારની ટક્કરે મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો: નવા વર્ષના રામ રામ ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી નવા વર્ષની શુભકામનાઓ

જોકે, હાલ 108 દ્વારા મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો છે. પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.