Delhi : કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર ન થયા
દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. આમ આદમી પાર્ટીએ EDના સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. આમ આદમી પાર્ટી વતી કહેવામાં આવ્યું છે કે, તમે કાયદેસર રીતે યોગ્ય સમન્સની બજવણી કરશો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. AAPએ કહ્યું છે કે, PM મોદીનો ઉદ્દેશ્ય અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનો છે. પીએમ મોદી તેમની ધરપકડ કરીને દિલ્હી સરકારને તોડી પાડવા માંગે છે. અમે આવું ક્યારેય થવા દઈશું નહીં.આ પહેલા સીએમ કેજરીવાલ ચોથા સમન્સ પર પણ ED સમક્ષ હાજર થયા ન હતા. પછી તેમણે કહ્યું હતું કે, ઇડીએ મને ચોથી નોટિસ મોકલી છે. ઇડીએ નોટિસમાં કહ્યું છે કે, તમે 18 કે 19 જાન્યુઆરીની કોઇપણ તારીખે આવજો. ઇડી દ્વારા મોકલવામાં આવેલી ચારેય નોટિસ કાયદાની નજરમાં ગેરકાયદેસર અને અમાન્ય છે. જ્યારે પણ આવી બિન-વિશિષ્ટ સામાન્ય નોટિસ અગાઉ ED દ્વારા મોકલવામાં આવી હતી ત્યારે કોર્ટે તેને રદ કરી ગેરકાયદેસર અને અમાન્ય જાહેર કરી છે.
આ પણ વાંચો : Jharkhand : ચંપઈ સોરેન આજે CM પદના શપથ લેશે
છેલ્લા બે વર્ષમાં કશું મળ્યું નથી – કેજરીવાલ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ નોટિસ ગેરકાયદેસર છે. મેં આ અંગે EDને ઘણી વખત પત્ર લખ્યો છે, પરંતુ ED કોઈ જવાબ આપી રહ્યું નથી. આ નોટિસ રાજકીય ષડયંત્રના ભાગરૂપે મોકલવામાં આવી રહી છે. કહેવાતા એક્સાઇઝ કેસની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. આ બે વર્ષમાં તેમને કંઈ મળ્યું નથી. કેટલી રકમની વસૂલાત કરવામાં આવી, કોઈ સોનું, જમીનના દસ્તાવેજો ક્યાંય મળી આવ્યા કે કેમ કે ક્યાંય પૈસા વસૂલ થયા કે કેમ તે અંગે ઘણી અદાલતોએ તેમને ઘણી વખત પ્રશ્નો પણ પૂછ્યા છે. પરંતુ, તેઓને ક્યાંય કશું મળ્યું નથી. લોકોને મારવામાં આવી રહ્યા છે અને ખોટા નિવેદનો લેવામાં આવી રહ્યા છે.