ઉનાના નલિયા માંડવીમાંથી ઝડપાયો શંકાસ્પદ તેલનો જથ્થો, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
ઉનાઃ નલિયા માંડવી ગામેથી ફરી એકવાર શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે નલિયા માંડવી ગામેથી તેલનો જથ્થો ઝડપ્યો છે. તેલનો જથ્થો ભેળસેળયુક્ત હોવાની આશંકા છે.
નલિયા માંડવી ગામના જશરાજ ટાઉનશિપના રહેણાંકીય મકાનમાં તેલનો જથ્થો ઝડપાયો છે. તેલનો જથ્થો જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં છુપાયેલા 192 જેટલા શંકાસ્પદ તેલના ભરેલ ડબ્બા મળ્યા છે.
પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે, તેલનો જથ્થો ગઈકાલ પકડાયેલા નરેન્દ્ર કોટક રહે. ઉના વાળાનું નામ ખુલ્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેલનો જથ્થો ઝડપી ઉના મામલતદારને જાણ કરી છે. ત્યારે આ તેલ નકલી છે કે નીચી ગુણવત્તાનું અને વપરાશકર્તા નાગરિકો બીમાર પડે અથવા તો મૃત્યુ થાય તે માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ભેળસેળવાળું તેલ ઝડપાય છે છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવી લોકોમાં ચર્ચા છે.