October 17, 2024

મુંબઈ ઈન્ડિયન્સ આ ખેલાડીઓને જાળવી રાખશે?

Mumbai Indians: IPLનું નામ આવે એટલે મુંબઈ ઈન્ડિયન્સનું નામ પહેલા આવે છે. કારણ કે રોહિત શર્માની કમાન હેઠળ આ ટીમ 5 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. પરંતુ આમ છતાં ગત સિઝનમાં રોહિતને ટીમની કમાન સોંપવામાં આવી ના હતી. અચાનક હાર્દિકને સોંપી દેવામાં આવી હતી જવાબદારી. જેના કારણે હાર્દિકને પણ ટ્રોલિંગનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર્દિકને ટીમનો કપ્તાન બનાવવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કારણ કે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની મોટી માહિતી
મુંબઈ ઈન્ડિયન્સનું નામ IPL ઈતિહાસમાં સૌથી બેસ્ટ ટીમમાં લેવાઈ છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. હવે થોડા જ દિવસોમાં IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાશે. આ પહેલા સતત ખેલાડીઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

શું મુંબઈ ઈન્ડિયન્સ આ ખેલાડીઓને જાળવી રાખશે?
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણે રોહિતને મુંબઈની ટીમ રિટેન નહીં કરે. હવે સવાલ એ છે કે મુંબઈની ટીમ કયા ખેલાડીઓને જાળવી રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને 18 કરોડ રૂપિયામાં રિટેન કરશે. સૂર્યકુમાર યાદવને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવશે. સપ્રીત બુમરાહને 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવી શકે છે. તિલક વર્મા, આકાશ માધવાલ, ઈશાન કિશન અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા ખેલાડીઓને રિટેન કરી શકે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે કે મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીઓને જાળવી રાખે છે.