December 10, 2024

શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન, બાળકોમાં આનંદ

ગાંધીનગર: દિવાળી વેકેશનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે દિવાળી વેકેશનને લઈને એક પરીપત્ર શાળાઓ માટે જાહેર કર્યો છે. જિલ્લાના તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ને આ પત્ર લખવામાં આવ્યો છે. બાળકો માટે આનંદની વાત એ છે કે, 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં 21 દિવસ દિવાળી વેકેશન પડશે.

વેકેશન માટે પરિપત્ર જાહેર
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે દિવાળી વેકેશન માટે પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યના તમામ પ્રાથમિક જિલ્લાના શિક્ષણા અધિકારીને પત્ર લખ્યો છે. શિક્ષણ વિભાગે 21 દિવસનું દિવાળી વેકેશના જાહેર કર્યું છે. શાળાકીય વાર્ષિક કેલેન્ડર મુજબ પ્રાથમિક શાળામાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દશેરાના 2 દિવસ પહેલા તંત્રની આંખ ખુલી, રાજ્યભરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ
આ વખતે પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની જાહેરાત કરી દીધી છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.