October 17, 2024

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે કેમ ઓછા પંડાલ બનાવવામાં આવ્યા?

Durga Puja Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજાની ઉજવણી કરી રહ્યા છે. આ સમયે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતે ઓછા પંડાલ કેમ બનાવાયા? આવો જાણીએ.

ઓછા પંડાલ કેમ બનાવાયા?
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના નેતાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમે દુર્ગા પૂજા ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. હજુ સુધી ક્યાંયથી કોઈ અપ્રિય ઘટના બની નથી. આ વર્ષના દુર્ગા પૂજા માટે 31,462 પંડાલ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2023માં આ આંકડો 32,408 હતો. તેમણે વરસાદ સંબંધિત સમસ્યાઓને કારણે પંડાલની સંખ્યામાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો.

આ પણ વાંચો: મહાદેવ સટ્ટાબાજીની એપના માલિકની દુબઈમાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ

હિન્દુ સમુદાયને નિશાન
લઘુમતી હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હસિનાએ દેશ છોડતાની સાથે હજારો હિંદુઓએ ઢાકા અને ઉત્તરપૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગમાં સુરક્ષાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની કુલ વસ્તી લગભગ 17 કરોડ છે, જેમાં હિંદુઓનો હિસ્સો લગભગ આઠ ટકા છે.