January 3, 2025

IND vs BAN Pitch Report: પ્રથમ T20 મેચ નવા સ્થળે રમાશે, જાણો કેવી રહેશે પિચ

IND vs BAN Pitch Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝનું આયોજન થવાનું છે. આ સિરીઝની પહેલી મેચ ગ્વાલિયરમાં રમાવાની છે. આ વખતે મેચનું આયોજન શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ વખતે પહેલી વખત આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય મેચ આયોજન થવાનું છે. ત્યારે જાણીએ કે આ મેદાનમાં પીચ કેવી રહેશે.

સ્ટેડિયમનો પીચ રિપોર્ટ
શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો બેટ્સમેનો પાસે ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સ્ટેડિયમમાં સીધી બાઉન્ડ્રી ટૂંકી છે. . આ સ્ટેડિયમમાં સીધી બાઉન્ડ્રી ટૂંકી જોવા મળે છે. જેના કારણે ફાસ્ટ બોલર માટે યોજના બગડી શકે છે. ગ્વાલિયરની પિચ શરૂઆતમાં ઘીમી રહી શકે છે. મહત્વની વાત એ છે કે અહીં પિચ પર એક પણ મેચ રમાઈ નથી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

T20 શ્રેણી માટે બંને ટીમોની ટીમ

ભારત: વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટમાં), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટમેન), અર્શદીપ સિંહ , હર્ષિત રાણા, મયંક યાદવ.

બાંગ્લાદેશ: મેહદી હસન મિરાજ,નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસેન ઈમોન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, લિટન દાસ, ઝાકિર અલી, મેહદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, તન્ઝીબ હસન , રકીબુલ હસન.