December 9, 2024

કપિલ શર્માના શોમાં રોહિત શર્માનો સૌથી કર્યો મોટો ખુલાસો

Rohit Sharma: રોહિત શર્મા હાલ આરામ પર છે. બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ રોહિત શર્મા હાલ અબુ ધાબીમાં રજાઓ માણી રહ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલમાં જીત બાદ રોહિતે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે.

કપિલ શર્મા શોનો એપિસોડ આવ્યો સામે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલ આરામ પર જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ 2-0થી જીત્યા બાદ રોહિત શર્મા અબુ ધાબીમાં રજાઓ માણી રહ્યો છે. આ વચ્ચે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રોહિત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે.

ઈન્ડિયા માટે કમબેક કર્યું
ટીમ ઈન્ડિયાએ 29 જૂન 2024ના રોજ દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વિજય મેળવી લીધો હતો. રોહિતે આ વીડિયોમાં જણાવ્યું કે આ મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ સરળતાથી ટીમ ઈન્ડિયાને હરાવી દેશે. સાઉથ આફ્રિકાને જીતવા માટે 24 બોલમાં માત્ર 26 રનની જરૂર હતી. આ પછી જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પોતાની શાનદાર બોલિંગથી ટીમ ઈન્ડિયા માટે કમબેક કર્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી.