December 22, 2024

નવરાત્રિ કે ‘લવરાત્રિ’…? અનુપમ સ્વરુપ સ્વામીના બફાટનો વીડિયો વાયરલ

અમદાવાદ: ખેલૈયાઓ આખુ વર્ષ નવરાત્રિની આતુરતા પૂર્વકરાહ જોતા હોય છે. ત્યારે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ નવરાત્રિને લઈને બફાટ કર્યો છે. અનુપમ સ્વરુપ સ્વામીએ નવરાત્રિને ‘લવરાત્રિ’ ગણાવી છે.

મળતી માહિતી અનુસાર નવરાત્રિને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરુપ સ્વામીએ નવરાત્રિને લઈને બફાટ કર્યો છે. અનુપમ સ્વરુપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. તેમજ નવરાત્રિને ફેશન રાત્રિ પણ ગણાવી છે. સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, CISFને ઇમેઇલ મળતા તંત્ર એલર્ટ

નોંધનીય છે કે અનુપમ સ્વરુપ સ્વામીએ નવરાત્રિને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી લોકોનમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમણે નવરાત્રિને લઈને કહ્યું છે કે કેટલા લોકો નવરાત્રિને ફેશન રાત્રિ પણ ગણાવતા હોવાનું અનુપમ સ્વરુપ સ્વામીએ દાવો કર્યો છે. આ સિવાય કહ્યું છે કે કોઈ કહે છે કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યાં તો કોઈ કહે છે નવ દિવસનો નાઈટ ફેશન શો છે. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.