October 3, 2024

બુમરાહ તોડશે કપિલ દેવનો આ મોટો રેકોર્ડ?

Jasprit Bumrah Records: વર્ષ 2024માં 50થી વધુ વિકેટ લેનાર બોલર ઓનલી જસપ્રીત બુમરાહ છે. આ વર્ષેની તેણે 15 મેચમાં 53 વિકેટ લીધી હતી. હજૂ પણ તે વિકેટ લેવાનું ચાલુ રાખશે તો ઘણા બધા ખેલાડીઓના રેકોર્ડ તોડી નાંખશે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન
જસપ્રીત બુમરાહ આ વર્ષનો એવો ખેલાડી છે જેનું નામ દુનિયામાં ગુંજી રહ્યું છે. ફોર્મેટ ગમે તે હોય પરંતુ બુમરાહ હોય એટલે ખાતરી હોય કે આગામી થોડા બોલમાં વિકેટ ઝડપી લેશે. તેનું પ્રદર્શન આ વર્ષના એટલું શાનદાર જોવા મળ્યું કે તમામ રેકોર્ડ તોંડી રહ્યો છે. બુમરાહે 11 વિકેટ લીધી અને પછી આર અશ્વિનના શાસનનો અંત કરીને ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટીમ ઈન્ડિયા હવે આગામી મેચ ન્યુઝીલેન્ડની સામે રમાવાની છે. આ દરમિયાન તે વધુ રેકોર્ડ બનાવી શકે છે. બુમરાહ આ વર્ષના એટલી ઝડપથી વિકેટ લઈ રહ્યો છે કે આ વર્ષના તે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલર

  • આર અશ્વિન- 72 (2016)
  • હરભજન સિંહ- 63 (2002)
  • હરભજન સિંહ- 63 (2008)
  • આર અશ્વિન- 62 (2015)
  • હરભજન સિંહ- 60 (2001)
  • કપિલ દેવ- 75 (1983)
  • કપિલ દેવ- 74 (1979)

રેકોર્ડને તોડી નાખશે
ટીમ ઈન્ડિયા આ વર્ષે 7 ટેસ્ટ મેચ રમશે. જેમાં બુમરાહ સતત આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો તે કપિલ દેવનો પણ રેકોર્ડ તોડી નાખશે. વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયામાંથી કપિલ દેવના નામે છે. આ વખતે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે કે બુમરાહ આ રેકોર્ડને તોંડી શકે છે.