January 2, 2025

શું ગિલ અને અનન્યા એકબીજાને ડેટ કરી રહ્યાં છે? અભિનેત્રીએ કર્યો ખુલાસો

Shubman Gill And Ananya Panday: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને અનન્યા પાંડેને લઈને છેલ્લા કેટલા સમયથી ચર્ચા થઈ રહી છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે એ વાતની કોઈ ખરી ખાતરી થઈ નથી કે બંને વચ્ચે એવા સંબધો છે કે નહીં. હવે વાતને લઈને અનન્યા પાંડેએ મૌન તોડ્યું છે.

આ સિવાય બીજું કંઈ નથી
થોડા સમય પહેલા ગિસ સાથે અનન્યા એડ શૂટ કરી રહી હતી. જેના કારણે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે બંને વચ્ચે કંઈક છે. અનન્યા પાંડેએ આ ચર્ચાને લઈને કહ્યું કે મારી અને શુભમન ગિલ વચ્ચે એવું કંઈ નથી. અમે હમણાં જ જાહેરાત શૂટ કરી છે. અમારી વચ્ચે બીજું કંઈ નથી. આ વાત પરથી કહી શકાય છે કે શુભમન એકબીજાને ડેટ નથી કરી રહ્યા. તમને જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ આ પહેલા પણ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે. આ પહેલા ગિલનું નામ એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

અફવાઓ પર સંપૂર્ણ વિરામ
ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતનું નામ પણ શુભમન ગિલ સાથે ડેટિંગના મામલે ચર્ચામાં હતું. આ સમયે પણ અફવાઓ પર વિરામ લાવી દીધો હતો. આ પહેલા સારા અલી ખાન સાથે પણ ગિલનું નામ જોડવામાં આવ્યું હતું. જોકે ગિલ અને સારા વચ્ચે સંબધો હતા કે નહીં તે કોઈ પુષ્ટિ થઈ શકી ના હતી. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. જેમાં ગિલ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે.