IND vs BAN: ત્રીજા દિવસે પણ ટેસ્ટ મેચ રદ્દ, ભીના મેદાનને કારણે નિર્ણય
IND vs BAN 2nd Test Day 3: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. મેદાનને બપોરે 2 વાગ્યા સુધી ચેક કરવામાં આવ્યું છે. પરંતુ મેચ માટે મેદાન યોગ્ય ના લાગતા મેચને આખરે ત્રીજા દિવસે રદ્દ કરવામાં આવી છે.
હવામાનને કારણે સમસ્યા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ બીજી મેચ દરમિયાન કાનપુરના હવામાનને કારણે ઘણી તકલીફ થઈ છે. પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ હતી. આ પછી બીજા દિવસે એક પણ બોલ ફેંક્યા વગર મેચને રદ્દ કરવામાં આવી છે. ત્યારે આજના દિવસે ત્રીજા દિવસે પણ વરસાદના કારણે મેચને રદ્દ કરવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે મેચ રમવામાં સમસ્યા થઈ રહી છે.
બંને ટીમના પ્લેઇંગ ઇલેવન
ઈન્ડિયા (પ્લેઈંગ) ઈલેવન: કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, પંત (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન
બાંગ્લાદેશ (પ્લેઈંગ ઈલેવન): મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.