November 26, 2024

ભારતીય ક્રિકેટ ચાહકો માટે દુઃખદ સમાચાર, આ ક્રિકેટરને નડ્યો અકસ્માત

Sarfaraz Khan and Mushir Khan: ટીમ ઈન્ડિયા હાલ કાનપુરમાં બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડી કાર અકસ્માતમાં થતા ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન છે. ગઈ કાલે રાતના સમયે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતના કારણે તે આગામી ઈરાની કપમાં તે ભાગ નહીં લઈ શકે. જેના કારણે તેની ટીમ માટે મોટો ઝટકો કહીં શકાય. થોડા સમય પહેલા રમાયેલી દુલીપ ટ્રોફીમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

હાલમાં લખનૌમાં ભરતી
મુશીર ખાન તેના પિતા સાથે ફોર્ચ્યુનર કારમાં આઝમગઢથી લખનૌ જવા નિકળ્યો હતો. કારણ કે લખનૌમાં તેની ટીમ મુંબઈને ઈરાની કપની મેચ રમવાની હતી. હાલ મુશીર ખાન લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પિતા સિવાય અન્ય લોકો પણ કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા હતા. મુશીરને ડોકના ભાગમાં ઈજા થઈ છે જેના કારણે તેને લાંબા સમય સુધી આરામ કરવો પડી શકે છે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

દુલીપ ટ્રોફીમાં કરી અજાયબીઓ
મુશીર ખાનની ઉંમર 19 વર્ષની છે પરંતુ તેનું દુલીપ ટ્રોફી 2024માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મુશીરે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા A માટે ડેબ્યુ કરતી વખતે ઈન્ડિયા B સામે 181 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ એટલી શાનદાર હતી કે તેણે સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. તમને જણાવી દઈએ કે તેણે તેની ઈનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.