September 27, 2024

માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ નિષ્ફળ, ત્રીજા વર્ષે પણ ન મળ્યા વિદ્યાર્થીઓ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: વિદ્યાર્થીઓ માતૃભાષામા અભ્યાસ કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ, વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે તૈયાર નથી. મેડિકલ અને એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. પરંતુ, જ્યારે આજ અભ્યાસક્રમ માટે ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવાની આવે તો વિદ્યાર્થી એડમિશન લેવાથી દુર ભાગે છે. નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામા શરૂ કરવામા આવ્યો છે. પરંતુ, સતત ત્રીજા વર્ષે એક પણ વિદ્યાર્થીએ ગુજરાતી માધ્યમમાં એડમિશન લીધુ નથી.

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિદ્યાર્થીઓ માતૃભાષામાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા મસમોટી જાહેરાત કરવામા આવી હતી. પરંતુ, સરકાર દ્વારા કરવમા આવેલ જાહેરાત નિષ્ફળ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે એકપણ વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવા તૈયાર નથી. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા મહેસાણાની જીપેરી કોલેજમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ શરૂ કર્યો છે અને તે માટે ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 20 જેટલા પુસ્તકોનુ યુનિવર્સિટી દ્વારા ટ્રાન્સલેશન પણ કરી દેવામા આવ્યુ છે. પરંતુ, આજે પરિસ્થિતી એવી ઉદ્દભવી છે કે વિદ્યાર્થીએ પ્રવેશ લેવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો: ગીર જતાં પ્રવાસીઓ માટે ખાસ, ચેક કરો કે ટિકિટ બુકિંગ વેબસાઇટ અસલી છે કે નકલી..

યુનિવર્સિટી દ્વારા જીપેરીમાં ત્રણ બ્રાન્ચમાં 180 બેઠકો ફાળવવામાં આવી હતી. પરંતુ, વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવું નથી. ચાર વિદ્યાર્થીઓએ જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ગુજરાતી માધ્યમમાં રસ દાખવ્યો હતો. પરંતુ તેઓએ પણ છેલ્લાી ઘડીએ એડમીશન રદ કરીને અંગ્રેજી માધ્યયમમા અભ્યાસ કરવાનું મન બનાવી લીધું હતું.

મહત્વનુ છે કે, ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે સરકારના પ્રતિનિધિઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જઇને પ્રયત્ન કરવામા આવ્યો હતો. પરંતુ, વિદ્યાર્થીઓને પણ ખ્યાલ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો એ આજના સમયની જરૂરિયાત છે અને તે આગામી સમયમાં અન્ય રાજ્યોમાં અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કારગત નિવડી શકે છે.