November 2, 2024

અજાણ્યા લોકોને ચોર સમજી માર મારવાના કિસ્સાઓ વધતાં પોલીસ એક્શનમાં

પ્રવીણ પટવારી, નર્મદા: નર્મદા જિલ્લામાં ચોરીની અફવાને લઈને ગામે ગામ ડરનો માહોલ છે. લોકો એટલા ભયમાં છે કે અજાણી વ્યક્તિ દેખાય તો માર મારે છે. તાજેતરમાં પ્રતાપ નગર ગામમાં એક સાધુને લોકોએ ઢોર માર્યો હતો. આવી અનેક ઘટના બનતા પોલીસ સતર્ક બની છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે હવે પોલીસ જાગૃતિ અભિયાન શરૂ કરીને જનતાને પોલીસને જાણ કરો, કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે.

નર્મદા જિલ્લાનું કોઈ શહેર હોય કે ગામડું જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી એવી અફવા ફેલાય છે કે રાત્રી દરમિયાન ચોરની ગેંગ આવે છે અને આ ચોરની ગેંગ હથિયારો લઈને ચોરી કરવા માટે આવે છે. જેને લઇને લોકો પણ ડરી રહ્યા છે. તો, સાથે સાથે ઘણા લોકો રાત્રિ દરમિયાન જાગતા રહીને પહેરો આપી રહ્યા છે. પરંતુ, આ અફવાને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે. ઘણી વખત તો અફવાને કારણે નિર્દોષ લોકોને માર પણ મારવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ બને છે. પ્રતાપ નગર ગામ ખાતેનો વિડીયો વાયરલ થયો હતો. જ્યાં એક સાધુ આવ્યા હતા જેઓને ચોર સમજીને લોકોએ ઢોર માર્યો હતો. આવી જ ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી કે જ્યાં રાત્રિ દરમિયાન અસ્થિર મગજનો વ્યક્તિ દેખાતા ભીડ ભેગી થતી અને તેની ધોલ ધાપટ કરી લીધી હતી.

ઉંડવા ખાતે પણ એક પરિક્રમા વાસીને ટોળાએ ઘેરી લીધો હતો આમ અનેક જગ્યાએ રાત્રી દરમિયાન અને દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દેખાય અને દેખાય તો તેની પર ચોરની શંકા કરે ટોળું ભેગું થતું જાય છે અને લોકો તેનો વિડીયો વાયરલ કરતા હોય છે અને ઘણી વખત તેને માર પણ મારતા હોય છે ત્યાં ઘટનાને લઈને નર્મદા પોલીસ પણ એલર્ટ બની છે દરમિયાન પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે સાથે સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે કે લોકો આવી કોઈ અફવા થી દૂર રહે જણાવ્યું છે પોલીસનું કહેવું છે કે કોઈ લોકોએ કાયદો હાથમાં ના લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો તેમને પોલીસને જાણ કરવી જોઈએ.