November 2, 2024

ભાવનગર ત્રિપલ મર્ડર મામલે 9 શખ્સો નજરકેદ, 8 સામે ફરિયાદ દાખલ

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: દિવાળી પર્વ પર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ભાવનગર શહેરમાં 2 અને જિલ્લામાં 1 હત્યા એમ એક જ રાતમાં ત્રણ હત્યાના બનાવથી ભાવનગર હચમચી ઉઠ્યું હતું. જેમાં શહેરના બાલયોગીનગર, શહેરના બાર્ટન લાઈબ્રેરી ચોક તથા ઘોઘા તાલુકાના હાથબ ગામમાં હત્યા થતા ચકચારી મચી જવા પામે હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તપાસ શરૂ કરીને

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પ્રથમ બનાવ ભાવનગર જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે ગાળો બોલવાની ના પાડતા આધેડને 4 શખ્સોએ છરીઓના ઘા ઝીંકી બુધાભાઈ બારૈયા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે વધુમાં જણાવ્યું છે કે બુધાભાઈ પોતાના ઘર પાસે ગાળો ન બોલવા અને ફટાકડા ના ફોડવા માટે જણાવતા ચાર શખ્સો ઉશ્કેરાઇને બુધાભાઈ ઉપર પાઇપ તથા છરીઓના ઘા ઝીંકીતા લોહીલુહાણ હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવતા બુધાભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી ગઈ હતી અને ઘોઘા પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ. માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જ્યારે, બીજો બનાવ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બાલયોગીનગર વિસ્તાર પાસે આવેલ સોમનાથ રેસિડેન્સી પાસે શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા તે વેળા એ ફટાકડા ફોડતા શખ્સોએને દૂર જઇ ફાટાકડા ફોડવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય 7 મળી કુલ 8 શખ્સોએ હુમલો કરતા શિવરાજભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ. માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તથા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હત્યાના ત્રીજો બનાવ અંગે વાત કરીએ તો આ હત્યા ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખારગેઇટ વિસ્તારમાં આવેલ ગજ્જરના ચોક પાસે થઈ હતી. જેમાં રાવણા ઉર્ફે ફરદીન સાથે બે શખ્સોએ બોલચાલી કરી હતી અને ઘર્ષણ થતાં બંને શખ્સોએ પાઇપ તથા છરી વડે રાવણા ઉર્ફે ફરદિનને શરીરના ભાગે ઈજાઓ કરતા લોહી લુહાણ હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરદીનનું મોત નિપજ્યું હતું. આ હત્યાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા હત્યાનું ચોક્કસ કારણ બહાર લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી યુનુસની પત્નીને મરણજનાર ફરદીન ઉર્ફે રાવણા સાથે સંબંધો હોય અને તેની દાઝ રાખીને ગઈકાલ રાત્રીના મરણજનાર ફટાકડા ફોડતા હોય જે બાબતે દાઝ રાખી હત્યા કરવામાં આવી પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તથા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ભાવનગરમાં થયેલ હત્યાના ત્રણ બનાવો અંગે ભાવનગરના સીટી ડી.વાય.એસ.પી આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, ગંગાજળીયા સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં ત્રણ શખ્સોઓ પૈકી 2 શખ્સો નજરકેદ કરી લીધા હતા. ઘોઘા રોડ પોલીસ મથકે થયેલ હત્યામાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી 5 શખ્સોને નજરકેદ કરી લીધા છે. જ્યારે ઘોઘા પંથકના હાથબ ગામમાં થયેલ હત્યાના ગુન્હામાં 2 શખ્સોને નજરકેદ કરી લીધા છે.

મરણજનારના પરિવાર દ્વારા ઘટના અંગે નિવેદનો આપ્યા હતા. જેમાં હાથબ ખાતે થયેલ હત્યાના સંબંધીએ જણાવ્યું હતું કે, બુધાભાઈના ઘર પાસે અમુક શખ્સો ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમ્યાન ગાળો બોલતા હતા અને ગાળો બોલાવી ના પાડતા ઉશ્કેરાઈ જઈ પાઇપ વડે મારમારી હત્યા નિપજાવી હતી, જ્યારે ખારગેટ પાસે થયેલ હત્યા અંગે મરણજનારના ભાઈએ જણાવ્યું હતું કે, ફટાકડા તથા રોશની જોવા ગયા હતા, જોતા હતા તે દરમિયાન કેમ તમે અહીંયા આવ્યા છો તેમ કહી પોલીસની ગાડી બોલાવી હતી, અને પોલીસ ની સાથે વાત કરતા હતા અને પોલીસની હાજરીમાં ફરીદાએ પાછળથી પાઈપ મારી દીધો હતો અને મારો ભાઈ પડી ગયો, બીજા બે અજાણ્યા શખ્સોએ છરી ના ઘા માર્યા હતા અને પછી અમે હોસ્પિટલ લઈ ગયા હતા.