November 22, 2024

ગરમીમાં પણ ટનાટન રહેશે બાઈક, ફોલો કરી લો આ મહત્ત્વની ટિપ્સ

Auto News:  મે મહિનાની કાળઝાળ ગરમીમાં દરેક વસ્તુ એટલી ગરમ થઈ જાય છે કે, એની જાળવણી કરવી મોંઘી બની જાય છે. બાઈક અને કારમાં વિશેષ ધ્યાન આપવું પડે છે. આપણા દેશમાં ગરમીની સીઝન બાઈક ચલાવનારાઓ માટે કપરોકાળ સાબિત થાય છે. કારણ કે, ગરમીની સાથે એન્જિન પણ એટલી હદ તપી જાય છે કે, ન પૂછા વાત. બાઈકને હેલ્ધી રાખવા માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.આ ટિપ્સ બાઈકને તો કુલ રાખશે પણ એની આવરદા પણ વધારશે. ઉનાળાની આકરી ગરમીમાં બાઈક પણ ટનાટન રહેશે અને ખર્ચો પણ ઓછો આવશે.

ઓઈલ ચેકઅપ કરાવો
ઉનાળાની ઋતુમાં એન્જિન ઓઈલ ઝડપથી ગરમ થાય છે અને પાતળું થઈ જાય છે. આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુ માટે યોગ્ય ઘટ્ટ એન્જિન ઓઈલનો ઉપયોગ કરો. પેટ્રોલ ભરાવતી વખતે હવે તો ફ્રીમાં ઓઈલ ચેકઅપ કરી આપે છે. તો મહિનામાં બે વખત ઓઈલ ચેકઅપ કરાવી લો. કેટલાક જાણીતા ઓઈલના આધારે નિયમિતપણે એન્જિન ઓઈલ બદલો. ઓઈલનું લેવલ ચેક કરતા રહો અને લાંબી રાઈડ રહેલા ખાસ ચેકઅપ કરાવો.

ટાયરની કેર કરો
ઉનાળાની ઋતુમાં મોટરસાઇકલના ટાયરનું દબાણ નિયમિતપણે તપાસો. ઉનાળામાં હવા સહેજ વિસ્તરી શકે છે, તેથી ઓટો કંપનીઓના સજેશન કરેલ એર પ્રેશર કરતા થોડી હવા વધારે ભરો. ટાયરની સ્થિતિ તપાસો અને કોઈપણ તિરાડો, કટ અથવા ક્રેક પડે તો ઝડપથી ટાયરની સર્વિસ કરાવો. ક્રેકવાળા ટાયર હોય તો ક્યારેક નાનકડી ખીલી લાગે તો પણ પંચર પડવાની શક્યતાઓ વધી જાય છે. જો ટાયર ખરાબ સ્થિતિમાં હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે બદલો.

બ્રેક ઓઈલ
ઉનાળામાં બાઇક સવારો માટે બ્રેક ઓઇલનું લેવલ તપાસવું અનિવાર્ય છે. જો જરૂરી હોય તો તેને ટોપ અપ કરવું મહત્વપૂર્ણ છે. બ્રેક પેડ્સની સ્થિતિ તપાસો અને જો બ્રેક ઢીલી હોય તો થોડી ટાઈટ કરાવી શકાય છે. ખાસ કરીને બ્રેક ચેઈન અને બુસિંગનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અંદરની સાંકળને નિયમિતપણે સાફ કરો અને લુબ્રિકેટ કરો. જેના કારણે ગરમીનો માર એના પર ઓછો પડે.

બેટરી બેકઅપ
જો તમે ઉનાળામાં તમારી બાઇક ચલાવો છો તો બેટરી ટર્મિનલ્સને સ્વચ્છ અને ડસ્ટ-ફ્રી રાખો. બેટરીનું પાણીનું પણ તપાસો અને જો જરૂરી હોય તો પાણી ઉમેરો.ખાસ કરીને બેટરીથી ચાલતી બાઈકમાં આ અનિવાર્ય છે.ઘણી વખત એવું બને છે કે, બાઈકના બધા પાર્ટ સારા હોય પણ બેટરીને કારણે આખી બાઈક બગડે છે. ક્યારેક ચાલું બાઈકે પણ કેટલાક ફીચર્સ કામ કરતા નથી એ બેટરી પર આધારિત હોય છે. એટલે નિયમિત બેટરીબેકઅપ ચેક કરવું જોઈએ.

આ પણ વાંચો: બાઈક લવર્સ માટે ગૂડ ન્યૂઝ, આવી રહ્યું છે પલ્સનું આવું મસ્ત મોડેલ

યોગ્ય સમયે સર્વિસ
મોટરસાઇકલની નિયમિત સર્વિસિંગ મેળવવી ખૂબ જ જરૂરી છે. અનુભવી મિકેનિક એન્જિન, ટાયર, બ્રેક્સ, સાંકળ અને બેટરી સહિતના તમામ મહત્ત્વના પાર્ટનું નિરીક્ષણ કરશે અને જો જરૂરી હોય તો તેને રિપેર અથવા બદલશે. સામાન્ય રીતે ત્રણ મહિને બાઈક ચેકઅપ કરાવવું જોઈએ. પણ ગરમીની સીઝનમાં આ પાંચ વસ્તુ પર ખાસ ફોક્સ હશે તો બાઈકને ગરમીમાં પણ કોઈ વાંધો નહીં આવે. આ ઉપરાંત જ્યાં સૌથી વધારે ગરમી હોય ત્યાં બને ત્યાં સુધી બાઈક લઈને જવાનું ટાળવું જોઈએ. કારણ કે, રસ્તા ગરમ હોય ત્યારે બાઈકના ટાયર અને એન્જિન ઉપર એટલો જ લોડ વધે છે.