રાજ્યના સામાન્ય વહીવટી વિભાગમાં 2 IAS અધિકારીઓને મળ્યો વધારાનો ચાર્જ
મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સિનિયર IAS અને IPS અધિકારીઓની બદલી અને બઢતીનો પવન ચાલી રહ્યો છે ત્યારે આજે વધુ IAS અધિકારીઓની બદલી કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બે IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
IAS અધિકારી અશ્વિની કુમારના વિભાગનો ચાર્જ બે IAS અધિકારીને સોંપવામાં આવ્યો છે. તો સાથે સાથે, અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટના પ્રિન્સિપાલ સેકેટરી અશ્વિન કુમારના વિભાગનો ચાર્જ IAS અધિકારી સંજીવ કુમારને સોંપવામાં આવ્યો છે. યુથ અને કલ્ચર વિભાગની જવાબદારી સંભાળી રહેલા IAS અધિકારી અશ્વિની કુમારની જવાબદારી IAS ડૉ રાજેન્દ્ર કુમારને સોંપવામાં આવી છે.
રાજ્ય સરકારના IAS અધિકારી અશ્વિની કુમારને પેરિસ ઓલમ્પિક ખાતે મોકલવામાં આવ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના પાંચ ખેલાડીઓએ ભાગ લીધો છે. અશ્વિની કુમાર આગામી 13 દિવસ પેરિસ ખાતે હોવાના કારણે તેમના વિભાગનો ચાર્જ અન્ય અધિકારીઓ સોંપવામાં આવ્યો છે.